Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara Municipal Corporation in pre-monsoon action mode

VIDEO:ચોમાસા પૂર્વે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા મહાનગરપાલિકા આગામી ચોમાસાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. મેયર ગીતાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓએ વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાને પહોંચી વળવા માટે વોટરલોગિંગ પોઈન્ટ્સ પર ક્વિક એક્શન ટીમ તૈનાત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, શહેરમાં સફાઈ અને ડ્રેનેજની કામગીરીને વધુ ગતિ અપાશે તેમજ વોર્ડવાઈઝ સફાઈ માટે નવી મશીનરીનો વધારો કરવામાં આવશે. તંત્ર દ્વારા જર્જરિત મકાનોની નોટિસ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પણ ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી છે.

App Store