VIDEO: વડોદરા:સાવલી પંથકમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લાંબા સમયના ઉકળાટ બાદ આખરે મેઘરાજાનું આગમન થયું છે. સાવલી પંથકના મંજુસર, ટુંડાવ, પાલડી, લસુન્દ્રા અને નમીસરા સહિતના વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલો આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી વહેલી વાવણીને વેગ મળશે. ચોમાસાનો માહોલ જામતાં આગામી દિવસોમાં પણ સારો વરસાદ થશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે

