Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Two rounds of firing at the farm house of District BJP Kisan Morcha Vice President C.K. Patel,

Vadodra news: જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ સી.કે.પટેલના ફાર્મ હાઉસ પર બે રાઉન્ડ ફાયરિંગ, એક યુવાન ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Vadodra news: જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ સી.કે.પટેલના ફાર્મ હાઉસ પર બે રાઉન્ડ ફાયરિંગ, એક યુવાન ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ સી.કે.પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. પોઈચા ખાંડી ગામે બુધવારે રાત્રે આ ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુબજ બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા. પાંચથી વધુ શખ્સો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા છે. મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયાનું સૂત્રોની જાણકારી છે.

App Store

પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની ચર્ચા

પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની ચર્ચા છે. ઘટનામાં એકને ઈજા થઈ છે. ભાદરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. જોકે હાજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.  પાંચથી વધુ ઇસમો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા પણ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે પ્રેમ પ્રકરણને લઈ ફાયરિંગની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે, આ ઘટનામાં એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 

 ફાર્મના માલિકે હવામા ફાયરિંગ કર્યું 

દરમિયાન યુવકે ફાર્મના માલિક સી. કે. પટેલને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ પણ ફાર્મ પર આવી ગયા હતાં. કન્યાના સંબંધીઓ સાથે ફરી બોલાચાલી થતા ફાર્મના માલિકે હવામા ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પણ મામલો થાળે ના પડતા ફરી એકવાર ફાયરિંગ કરતા ૪૩ વર્ષના નિમેશ રણછોડભાઇ બારીયા (રહે.બારીયા ફળિયું, ધરમપુરા ગામ, તા.ડભોઇ)ને હાથમાં ગોળી વાગી હતી