Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Fake currency racket busted in Asoj

Vadodara: આસોજમાં નકલી નોટનું રેકેટ પકડાયું; ભાડાના મકાનમાં બે શખ્સો છાપતા હતા નકલી નોટ

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara: આસોજમાં નકલી નોટનું રેકેટ પકડાયું; ભાડાના મકાનમાં બે શખ્સો છાપતા હતા નકલી નોટ
સોર્સ : GSTV

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામમાં ધમધમતા નકલી નોટ છાપવાના રેકેટનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે બે પરપ્રાંતીય ભેજાબાજોની ધરપકડ કરી છે. આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

App Store

મળતી માહિતી મુજબ, આરોપીઓ આસોજ ગામમાં ભાડાના મકાનમાં રહીને છેલ્લા દોઢ મહિનાથી નકલી નોટો છાપવાનું કામ કરી રહ્યા હતા. ગતરોજ LCBની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને નરેન્દ્ર પાલ અને હેમંત જાનગીડ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. નરેન્દ્ર પાલ 10 વર્ષથી ગુજરાત માં રહેતો હતો. બંને આરોપીઓ સ્કેનર અને પ્રિન્ટરની મદદથી 500 અને 200ના દરની નકલી નોટો છાપતા હતા.જિલ્લા SP સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આરોપીઓ રવિવારની ભીડનો લાભ લઈ બજારમાં આ નોટો ઘુસાડતા હતા. પોલીસે 16 નકલી નોટો કબજે કરી બંનેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ કૌભાંડમાં મકાન માલિકની સંડોવણી અને રાજ્યવ્યાપી નેટવર્ક અંગે હાલ સઘન તપાસ ચાલી રહી છે.