Vadodara: મકરપુરા GIDCમાં આવેલી કંપનીમાં તસ્કરોનો હાથફેરો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સોર્સ : GSTV
વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે.શહેરના મકરપુરા જીઆઈડીસીમાં વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીમાં તસ્કરોએ હાથ ફરો કર્યો અને અંદાજે ત્રણ લાખની એસએસની પ્લેટોની પ્લેટની ચોરી કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં સામે આવ્યા છે, જેમાં ચાર લોકો ટેમ્પામાં આવે છે અને એસએસની પ્લેટો ચોરી કરીને ફરાર થાય છે. ત્યારે આ મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠ્યા છે. અગાઉ પણ આ કંપનીની આસપાસ ચોરીનો બનાવ બની ચુક્યો છે. ચોરીની ઘટનાને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

