Video: વડોદરા વેપાર એસોસિએશન દ્વારા લાભ પાંચમે પરંપરાગત રીતે ચોપડા પૂજન કરવામાં આવ્યું

લાભ પાંચમ અને જ્ઞાન પંચમીના પાવન અવસરે વડોદરાના બજારો પૂજન-અર્ચન સાથે ફરીથી ધમધમી ઉઠ્યા છે. વેપારીઓએ નવા વર્ષના શુભ આરંભ નિમિત્તે દફ્તર અને ચોપડાનું પૂજન કરીને આગામી વર્ષમાં વેપાર-ધંધામાં બમ્પી કમાણી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વડોદરા વેપાર એસોસિએશનના અગ્રણી પરેશ પરીખે ઉપસ્થિત તમામ વેપારીઓને લાભ પાંચમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌ વેપારીઓનું આવનારું વર્ષ ખુશાલીમય, સમૃદ્ધિભર્યું અને ઉત્તરોત્તર પ્રગતિમય બની રહે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. નવા વર્ષની આ ધાર્મિક વિધિ બાદ વડોદરાના બજારોમાં વેપારીઓ દ્વારા ઉત્સાહભેર કામકાજની શરૂઆત કરવામાં આવી છે.
જાહેરાત








