Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : The driver was driving the vehicle without a license

વડોદરા: કચરાની ગાડીની અડફેટે બાળકના મોતનો મામલો, ડ્રાઈવર લાયસન્સ વગર ચલાવતો હતો વાહન

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરા: કચરાની ગાડીની અડફેટે બાળકના મોતનો મામલો, ડ્રાઈવર લાયસન્સ વગર ચલાવતો હતો વાહન

વડોદરામાં શનિવારે  ડોર ટુ ડોર કચરાની ગાડીની  અડફેટે બાળકનું મોત થયું હતું. આ મામલે જવાબદાર ઈજારદારને બ્લેક લીસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ તપાસમાં બહાર આવ્યું છે કે  ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવર દશરથ પાસે છેલ્લા ત્રણ વર્ષથી ગાડી ચલાવવાનું  લાયસન્સ પણ નહોતું, આ શખ્સ વગર લાયસન્સે ગાડી હંકારતો હતો. 

App Store

 ડોર ટુ ડોર કચરાની ગાડીએ ૪ વર્ષના કિશોરને કચડ્યો

વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ ૪ વર્ષના કિશોરને કચડ્યો હતો, આ દુર્ઘટનામાં બાળકનું મોત નિપજ્યું હતું. છાણી વિસ્તારમાં આવેલી અભય નગર સોસાયટીમાં બાળક રમતો હતો તે દરમિયાન કચરાની ગાડી રિવર્સ લેતા બાળક કચરાની ગાડી સાથે ભટકાયો હતો.

 આ પણ વાંચો: ગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ, પોલીસે નોંધી ફરિયાદ

શહેરમાં અનેક લોકોના જીવ ડોર ટુ ડોર કચરાની ગાડી ને લીધે ગયા

તાત્કાલીક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા કિશોરનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં અનેક લોકોના જીવ ડોર ટુ ડોર કચરાની ગાડી ને લીધે ગયા છે.