Video: માત્ર પ્રસિદ્ધિ મેળવવા આરોપીઓનું તરકટ

વડોદરાના તરસાલી વિસ્તારમાં બીયર પીતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ મકરપુરા પોલીસ એકશન મોડમાં આવી હતી.. પોલીસે કાર્યવાહી કરી વીડિયોમાં દેખાતા ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. 17 નવેમ્બરના રોજ વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ત્રિલોકસિંઘ, ગુરુચરણસિંઘ અને કરણસિંઘ સરદારને ઝડપી પાડ્યા છે..પોલીસ તપાસ દરમિયાન ત્રણેય શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે, તેમની પાસેથી દારૂ કે બીયરનો કોઈ મુદ્દામાલ મળી આવ્યો નહોતો. પોલીસે ત્રણેય આરોપીઓને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર માત્રને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે આવા વીડિયો વાયરલ કરતા તત્વોમાં પોલીસની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે.
જાહેરાત










