Vadodara news: શિક્ષકે વિદ્યાર્થિનીને કર્યા બીભત્સ ઇશારા; અગાઉ પણ કરી હતી છેડતી, આરોપીની શોધખોળ શરૂ

વડોદરા જિલ્લામાં 3 દિવસમાં છેડતીની બીજી ઘટના બહાર આવી છે. વાઘોડિયામાં શાળાના શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થિનીની છેડતી કરવાના ગંભીર આક્ષેપો સાથે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી શિક્ષકની શોધખોળ શરૂ કરી છે.
અગાઉ પણ શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી હતી
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક શાળાના શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થિનીની છેડતી કરવાના ગંભીર આક્ષેપો સાથે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિદ્યાર્થિનીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રક્ષાબંધન પહેલાં પણ શિક્ષકે તેમની દીકરીની છેડતી કરી હતી. તાજેતરમાં, વિદ્યાર્થિની જ્યારે રીક્ષા પાસે ઊભી હતી, ત્યારે શિક્ષકે તેની સામે ગંદા ઇશારા કર્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપી શિક્ષક પ્રગનેશકુમાર પટેલની શોધખોળ શરૂ કરી છે.

