Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : student slapped another student at MS University's Polytechnic College

Vadodara: MS યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને લાફા ઝીંક્યા

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara: MS યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને લાફા ઝીંક્યા
સોર્સ : GSTV

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજના ક્લાસ રૂમમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા માર મારવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના પાછળ રેગિંગની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

App Store

શું છે વાઈરલ વીડિયોમાં?

વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને ગાળો બોલીને ઉઠ બેસ કર તેવું કહેવામાં આવે છે. આ દરમિયાન જૂનિયર લાગતો વિદ્યાર્થી લાચારી દર્શાવીને કહે છે કે, બસ આટલું જ કરવાનું છે ને. એ પછી પણ  અન્ય વિદ્યાર્થી તેને લાફા ઝીંકે છે.

એવી ચર્ચા ચાલી રહી છે કે, વિદ્યાર્થીનું ઉઠબેસ કરાવવાના નામ પર રેગિંગ કરવાનો પ્રયાસ થયો હતો. વીડિયો પોલીટેકનિકનો જ છે, પરંતુ આ વીડિયા ક્યારે ઉતારવામાં આવ્યો હતો તેની માહિતી સામે આવી નથી. આ મામલે પોલીટેકનિકના ઈન્ચાર્જ પ્રિન્સિપાલનો જાણકારી મેળવવા માટે સંપર્ક થઈ શક્યો નહોતો.

વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી 

પોલીટેકનિક કોલેજનું કોઈ ધણી ધોરી ના હોય તેવો માહોલ છે. આ પહેલા પણ NSUIનો હોદ્દેદાર સુઝાન લાડમેન અને બીજા આગેવાનો પોલીટેકનિકમાં આવીને અધ્યાપકો સાથે નજીવી બાબતમાં દાદાગીરી કરી ચૂક્યા છે. એટલું જ નહીં પોતાના ફોલોઅર્સ વધારવા માટે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દાદાગીરી કરતા વીડિયો પણ મૂક્યા છે. આમ છતા તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. જેના કારણે બીજા માથાભારે વિદ્યાર્થીઓની હિંમત પણ ખુલી ગઈ છે.