ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં 10 બઠકો માટે 25 ઉમેદવારી ફોર્મ ભરાયા

ડભોઈ એપીએમસીની ચૂંટણી 10 તારીખે યોજાશે, જ્યારે મત ગણતરી 11 તારીખે યોજાશે. આ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે 25 ફોર્મ ભરાયા હતા. જ્યારે વેપારી પેનલમાં 4 બેઠક માટે 4 ફોર્મ ભરાયા અને ખરીદ વેંચાણ સહકારી મંડળીની 2 બેઠક માટે 3 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, આમ બજાર સમિતિની કુલ 16 બેઠકો માટે 32 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
જો કે, 1 તારીખે ફોર્મ ચકાસણી હતી, જ્યારે 3 તારીખે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખે કુલ 32 ઉમેદવારી પત્રોમાંથી 5 ખેડૂત પેનલ અને 1 ખરીદ વેંચાણ સહકારી મંડળીમાંથી આમ 6 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા ડભોઈ APMC ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ડભોઈ એપીએમસી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાં વ્યાપારી વિભાગની 4 બેઠક અને ખરીદ વેંચાણની 2 બેઠક મળી કુલ 6 બેઠકો બિનહરીફ થઈ. જ્યારે ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ખરા-ખરીનો જંગ જામશે.

