Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Rage among herdsmen who suddenly stopped accepting milk at Raniya Milk Producers Cooperative

VIDEO: રાણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અચાનક દૂધ સ્વીકારવાનું બંધ કરતા પશુપાલકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા સાવલી ડેસર તાલુકાના રાણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અચાનક દૂધ સ્વીકારવાનું બંધ કરવાથી 400થી વધુ પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. ડેસર તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન પશુપાલકોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. નવા શિહોરા, જુના શિહોરા, પીપળીયા, રાયપુરા સહિતના ગામોના પશુપાલકો વર્ષોથી આ મંડળીમાં દૂધ ભરાવતા હતા. પશુપાલકોનો આક્ષેપ છે કે અમૂલ ડેરીના કેટલાક કર્મચારીઓની સૂચના અને બરોડા ડેરીના દબાણને કારણે દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે. બરોડા ડેરીમાં ઓછો ભાવ અને બોનસ મળતો હોવાથી તેઓ આર્થિક નુકસાન વેઠી છે.

App Store