VIDEO: વડોદરામાં પેટ્રોલ પંપ પર માઇક અનાઉન્સમેન્ટ કરી પોલીસે લોકોને જાગૃત કર્યા, અફવાઓથી દૂર રહેવા કરી અપીલ
સોર્સ : gstv
ઈંધણની અછત અંગે ફેલાયેલી અફવાઓને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. પ્રતાપનગર પાસે આવેલા પેટ્રોલ પંપ પર વાડી પોલીસ દ્વારા માઇક અનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવામાં ન આવે. એસીપી ઈ-ડિવિઝન દ્વારા પણ લોકોને ખોટો ભય ન રાખવા તથા અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સંગ્રહખોરી સામે પોલીસ કડક નજર રાખી રહી છે અને જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

