Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Police complaint against owner of Mac Consultant in PF fraud case

Vadodara News: કર્મચારીઓના PF ના 18.23 લાખ રૂપિયા ચાઉં, મેક કન્સલ્ટન્ટના માલિક સામે પોલીસ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara News: કર્મચારીઓના PF ના 18.23 લાખ રૂપિયા ચાઉં, મેક કન્સલ્ટન્ટના માલિક સામે પોલીસ ફરિયાદ
સોર્સ : google

કરજણ પાસે આવેલી ટીબીઓ એનર્જી પ્રા.લી. કંપનીમાં કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ધરાવતી વડોદરાની મેક કન્સલ્ટન્ટ કંપનીએ કર્મચારીઓના પીએફની રૂપિયા 18.23 લાખ રકમ કર્મચારીઓના ખાતામાંથી કાપી લીધા બાદ પીએફ ઓફિસમાં જમા નહી કરાવતા મેક કન્સલ્ટન્ટના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

App Store

કરજણ નજીક ને.હા.48 પર આવેલ ટીબીઆ એનર્જી પ્રા.લી. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ એચ.આર. રાજેશકુમાર સિન્હાએ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  કંપનીએ વર્ષ-2012માં સ્ટલગ સેન્ટર, આર.સી. દત્ત રોડ અલકાપુરી વડોદરા ખાતે આવેલ  મેક કન્સલ્ટન્ટ કંપનીને સ્કિલ્ડ વર્કર એમ્પ્લોયમેન્ટ માટે  કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 

એપ્રિલ 2025માં મેક  કન્સલ્ટન્ટ દ્વારા પૂરા પાડવામાં આવેલ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા અમને જાણ કરાઇ હતી કે તેમના પીએફ એકાઉન્ટ ઓનલાઇન ચેક  કરતાં કેટલાક  મહિનાઓથી પીએફની રકમ જમા થઇ નથી. જેથી અમે પણ ચેક કરતા જાણવા મળ્યું  હતું કે કર્મચારીઓના પીએફ એકાઉન્ટ માં કેટલાક મહિનાઓથી રકમ જમા થઇ ન હતી.

આ અંગે મેક કન્સલ્ટન્ટને ઇમેલ કરી જણાવતા કંપનીએ જણાવ્યું કે અમો પીએફની રકમ જમા કરાવી છે પરંતુ પીએફ ડિપાર્ટમેન્ટની ટેકનિકલ ખામીના કારણે તેમના ખાતામાં રૂપિયા દેખાતા નથી અને આ અંગે અમે ફરિયાદ પણ કરી છે.ત્યારબાદ મેક કન્સલ્ટન્ટના માલિકને નોટિસ મોકલતા કર્મચારીઓના પીએફની રકમ જમા કરાવી દઇશ તેવી ખાત્રી આપી હતી પરંતુ ત્યારબાદ પણ કોઇ રકમ જમા કરાવી ન  હતી. કરજણ પોલીસે મેક  કન્સલ્ટન્ટના માલિક સીસીલ્યા પિન્ટો (રહે.મનહરપાર્ક, નોવિનો બેટરી સામે,મકરપુરા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.