Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Massive collision between truck and Eicher Tempa loaded with cold drinks

VIDEO: Vadodara / દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક-આઈશર વચ્ચે જોરદાર ટક્કર, 1નું મોત

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાથી સુરત તરફ જતાં હાંડોદ ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને ઠંડા પીણાં ભરેલા આઈશર ટેમ્પા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ટેમ્પા ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આઇશર ટેમ્પાના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે ટેમ્પામાં ભરેલી  ઠંડાપીણાંની બોટલો આખા રસ્તા પર વેર-વિખેર થઈ ગઈ હતી. આઇશર ટેમ્પામાં ડ્રાઈવર ફસાઈ જવાને કારણે અકસ્માતની ગંભીરતા વધી હતી. જે બાદ ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. અને આધુનિક હોલમેટ્રો ટૂલનો ઉપયોગ કરી પતરા કાપી ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

App Store