VIDEO: વડોદરાના વોર્ડ નંબર 13માં પીવાના પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોમાં રોષ, અધિકારીઓ સાથે થઈ ઉગ્ર બોલાચાલી
સોર્સ : gstv
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણી અને ઓછા પ્રેશરના કારણે સ્થાનિકો ભારે પરેશાન છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ સ્થાયી ઉકેલ ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગોદડીયાવાસ વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશરથી તંગ આવીને સ્થાનિકોએ નળ પર મોટર લગાવી પાણી ખેંચવાનું શરૂ કર્યું હતું. ત્યારે પાલિકા અધિકારીઓએ સ્થળ પર પહોંચી આ મોટરો કાઢી નાખતાં પરિસ્થિતિ તણાવસભર બની હતી. અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. સ્થાનિક કાઉન્સિલરના જણાવ્યા મુજબ ગીચ વિસ્તારમાં પાણીની સમસ્યા ગંભીર છે અને તાત્કાલિક ઉકેલ લાવવા જરૂરી છે.

