Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Intercity and MEMU trains between Ahmedabad-Vadodara affected

Vadodara સ્ટેશન પર 18 દિવસનો મેજર બ્લોક: Ahmedabad-Vadodara વચ્ચેની ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનો પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara સ્ટેશન પર 18 દિવસનો મેજર બ્લોક: Ahmedabad-Vadodara વચ્ચેની ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનો પ્રભાવિત
સોર્સ : GSTV

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે 21મી જૂનથી આઠમી જૂલાઈ, 2026ના રોજ રમિયાન મેજર બ્લોક લેવામાં આવશે. જેને કારણે અમદાવાદથી વડોદરા તરફ આવતી જતી ચાર ઈન્ટરસિટી અને આઠ મેમુ ટ્રેનોને અસર પહોંચશે.

App Store

18 દિવસનો મેજર બ્લોક લેવાતા તમામ ટ્રેનો બાજવા સુધી જ દોડશે

મળતી માહિતી અનુસાર,, વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને લઈ 18 દિવસ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં. 19035-36 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ, 22959-60 જામનગર-વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. 69113-14-15, 69107-08 અને 69101-02 વટવા-વડોદરા-વટવા મેમુ ટ્રેનો આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાંથી જ પરત ફરશે. 

બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નં. 59469 વડોદરા-વટવા મેમુ ટ્રેન 18 દિવસ સુધી વડોદરા સ્ટેશનના બદલે પ્રતાપનગર સ્ટેશનથી સવારના ૦૫.૪૦ કલાકે ઉપડીને વટવા તરફ આવવા નીકળશે.