Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Innocent girl dies after being hit by car

Vadodaraમાં ફરી હિટ એન્ડ રન: કારની અડફેટે આવી જતાં માસૂમ બાળકીનું મોત, ચાલકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Vadodaraમાં ફરી હિટ એન્ડ રન: કારની અડફેટે આવી જતાં માસૂમ બાળકીનું મોત, ચાલકની ધરપકડ
સોર્સ : GSTV

Vadodara News: ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો જેમાં એક કાર ચાલકે અડફેટે લેતાં 5 લોકોનું મોત નિપજ્યું હતું. એવામાં ફરી એક વખત વડોદરામાં રફતારનો કહેર યથાવતરુપે જોવા મળી રહ્યો છે.

App Store

વડોદરા શહેરમાં કારની અડફેટે આવી જતાં માસૂમ બાળકીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. શહેરના ગોત્રી ઇસ્કોન હાઇટ્સ વિસ્તારમાંથી આ ગંભીર અકસ્માતની ઘટના સમે આવી રહી છે. બાંધકામ સાઇટ પર આંગણામાં રમી રહેલી માસૂમ એલિસા નિનામાનું કારની અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે. પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાઇ છે. જો કે, સમગ્ર મામલે ગોત્રી પોલીસે આરોપી અર્જુન અમરસિંહ ચાવડાની ધરપકડ કરી છે.