Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : India's victory celebration turns into controversy, clash with police over DJ being stopped

VIDEO: Vadodara / ભારતની જીતની ઉજવણી વિવાદમાં પરિણમી, DJ બંધ કરાવતા પોલીસ સાથે ઘર્ષણ, કોંગ્રેસ અગ્રણી સહિત ૩ શખ્સોની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની ભવ્ય જીત બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો, પરંતુ વડોદરાના સમા વિસ્તારમાં આ ઉજવણી વિવાદમાં પરિણમી હતી. મોડી રાત્રે પરવાનગી વગર મોટા અવાજે DJ વગાડવા મુદ્દે થયેલી પોલીસ સાથેની ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે કડક કાર્યવાહી કરી કોંગ્રેસ અગ્રણી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

App Store

ભારતની જીતના જશ્નમાં સમા વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા DJ વગાડી ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સમા પોલીસની ટીમે રાત્રિના સમયે ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે DJ બંધ કરાવવાનો આગ્રહ કર્યો હતો. પોલીસે DJ બંધ કરાવતા ઉજવણી કરી રહેલા યુવકો અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. આ મામલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું.  આ સમગ્ર ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં યુવકો પોલીસ સાથે ઉગ્ર દલીલો કરતા નજરે પડ્યા હતા. આ મામલે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા અને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવાના ગુનામાં સમા જીતેન્દ્ર મધુભાઇ સોલંકી ઉર્ફે પપ્પુ ભાઈ, યજ્ઞેશ મનુભાઇ પટેલ અને દેવેન મનુભાઇ જયસ્વાલની ધરપકડ કરી છે.