VIDEO: જેને 'જય શ્રી રામ' બોલવામાં તકલીફ હોય, તેનું 'જય શ્રી રામ' કરી નાખજો, ડભોઈના ધારાસભ્યનું નિવેદન
સોર્સ : GSTV
ડભોઈમાં સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. લોક ડાયરામાં શૈલેષ મહેતાએ કહ્યું હતું કે 'જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય, તેનું જય શ્રી રામ કરી નાખજો'. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આ પ્રકારના નિવેદનથી રાજકરણ ગરમાયું છે. આ સાથે શું ભાજપનાં દાવેદારોમાં 'જય શ્રી રામ' નહિ બોલનારા દાવેદારોને સ્થાન નહિ મળે તેની પણ ચર્ચા હાલ ડભોઇ ભાજપમાં ચાલી રહી છે.

