VIDEO: ગંભીરા બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાયો, હવે નોકરિયાત વર્ગને 60 કિમી લાંબા ફેરાથી મળશે છુટકારો
સોર્સ : GSTV
વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આણંદ અને વડોદરા જિલ્લાની પ્રજાની લાંબા સમયથી જોવાતી રાહનો હવે અંત આવ્યો છે. ગંભીરા બ્રિજ ઉપર બનાવવામાં આવેલા વૈકલ્પિક બ્રિજ આજે જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ પૂજા અર્ચના કરીને આ બ્રિજનું લોકાર્પણ કર્યું અને એક એપ્રિલથી જ દ્વિચક્રી વાહનો અને રાહદારીઓ માટે બ્રિજ શરૂ કરી દેવાયો છે. મહત્વની વાત એ છે કે માર્ગ અને મકાન વિભાગ વડોદરા દ્વારા 1 એપ્રિલે ટ્રાયલ રન અને 2 એપ્રિલે બ્રિજ ખુલ્લો મુકવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પહેલાં જ ધારાસભ્યએ બ્રિજનું લોકાર્પણ કર્યું છે. જોકે, બ્રિજ શરૂ થતા નોકરિયાત લોકોને 60 કિલોમીટર ફરવા જવું નહીં પડે.

