VIDEO:ડભોઇમાં ખેડૂતોનું આંદોલન પાંચમા દિવસે, ટેકાના ભાવની માંગ તેજ
સોર્સ : GSTV
ડભોઇમાં જુવારના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનું આંદોલન આજે પાંચમા દિવસે પ્રવેશ્યું છે.છતાં તંત્ર કે કોઈ નેતા દ્વારા સમસ્યાના ઉકેલ માટે કોઈ પહેલ કરવામાં આવી નથી. સરકારના ઠરાવ મુજબ ટેકાના ભાવ ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને હાલ તેઓ એપીએમસી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે. ખેડૂતો રાત્રે ભજન ધૂન કરી સરકારને જગાડવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ડર છે કે જો સમયસર ટેકાના ભાવે ખરીદી નહીં થાય તો તૈયાર પાક બગડી જશે અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.

