VIDEO: ડભોઇ-મિયાગામ કરજણ વચ્ચે ડેમુ ટ્રેન સેવાનો પ્રારંભ, નોકરીયાતો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી
સોર્સ : GSTV
ડભોઇ અને મિયાગામ કરજણ વચ્ચે આજથી ડેમુ ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય શૈલેષ મહેતા અને રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. નેરોગેજમાંથી બ્રોડગેજ લાઇન તૈયાર થયા બાદ આ સેવા શરૂ થતા નોકરીયાતો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. આગામી દિવસોમાં ડભોઇ ખાતે નવા પ્લેટફોર્મ બનતા અહીંથી મુંબઈ-દિલ્હી જેવી એક્સપ્રેસ ટ્રેનોનો લાભ પણ મળશે, જે વિસ્તારના વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા પ્રતાપનગરથી વાયા ડભોઇ-મિયાગામ કરજણ ટ્રેન સેવાનો પ્રારંભ કરાયો છે. નિયમિત સેવામાં આ ટ્રેન પ્રતાપનગરથી મિયાગામ કરજણ વાયા ડભોઇ થઈ દોડશે. ડભોઇથી મિયાગામ કરજણ તરફ દોડતી ટ્રેન નડા, બારીપુરા, મંડાળા અને કાયાવરોહણ તીર્થ જેવા સ્થળોએથી પસાર થશે.

