Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : controversy over sarpanch elected on a reserved seat

Vadodara:અનામત બેઠક પર ચૂંટાયેલા સરપંચ વિવાદમાં, ખોટો જાતિનો દાખલો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara:અનામત બેઠક પર ચૂંટાયેલા સરપંચ વિવાદમાં, ખોટો જાતિનો દાખલો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ
સોર્સ : GSTV

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની રાજનીતિમાં મોટો ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી છે. પોઇચા (ક) ગામ પંચાયતની અનામત બેઠક પર ચૂંટાયેલા સરપંચ મીનાબેન જાડેજા સામે તેમના જાતિના દાખલા ખોટા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે ફરિયાદ પક્ષે સોમાભાઈ પ્રજાપતિએ વકીલ મારફતે સાવલી પોલીસ મથકે લેખિત અરજી દાખલ કરી છે.

App Store

ફરિયાદી સોમાભાઈ પ્રજાપતિએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે સરપંચ મીનાબેન જાડેજાએ જે અનામત સીટ (બક્ષીપંચ) પરથી ચૂંટણી લડી અને જીત મેળવી છે, તે માટે તેમણે નિયમોનો ભંગ કર્યો છે. ફરિયાદમાં મીનાબેનનો જન્મ દાખલો અને શાળાનો રેકોર્ડ રજૂ કરાયો છે, જેમાં તેમની જાતિ 'હિન્દુ રાજપૂત' દર્શાવવામાં આવી છે. જો આ સાબિત થાય તો, બક્ષીપંચની અનામત બેઠક માટે તેમની પસંદગી નિયમોનું ઉલ્લંઘન ગણાશે. આ મુદ્દે રાજકીય રંગ પકડી રહ્યો છે.

ફરિયાદ પક્ષે આક્ષેપ કર્યો છે કે આ મામલે અગાઉ પણ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, DDO (જિલ્લા વિકાસ અધિકારી) અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નહોતી. જેના પગલે હવે તમામ પુરાવાઓ સાથે સાવલી પોલીસ મથકે અરજી દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં આ વિવાદના પગલે મામલતદારને જાતિના દાખલા અંગે અહેવાલ પણ સોંપવામાં આવ્યો છે. પોઇચા (ક) ગામની પંચાયત ચૂંટણી 22 જૂન, 2025 ના રોજ યોજાઈ હતી, જેમાં મીનાબેન જાડેજા વિજેતા જાહેર થયા હતા. જોકે, ચૂંટણી જીત્યા બાદ તરત જ તેમની સરપંચ તરીકેની યોગ્યતા અંગેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર સાવલી તાલુકાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.