VIDEO: વડોદરામાં ગણતરીના કલાકોમાં સિટી બસ સેવા પુનઃ શરૂ: મનપા અને વિટકોસ વચ્ચે ૩ મહિનાનો નવો કરાર, મુસાફરોને મોટી રાહત
સોર્સ : gstv
વડોદરામાં સિટી બસ સેવા ફરી શરૂ થતાં હજારો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. વડોદરા મહાનગરપાલિકા અને વિટકોસ વચ્ચે વધુ ત્રણ મહિના માટે કરાર થતાં ગણતરીના કલાકોમાં બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. સવારે બંધ કરાયેલી 160 બસો ફરી તમામ રૂટ પર દોડતી થઈ છે. સાથે જ નવી 30 બસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સવારે બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર અને સંચાલકો વચ્ચેની તાત્કાલિક બેઠક બાદ ઉકેલ આવ્યો હતો. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે સમગ્ર મામલે સત્તાવાર માહિતી આપી છે.

