Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : CBSE National Table Tennis Tournament Concludes, 1500 Players from 204 Schools at Home and Abroad Participated

CBSE રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન,  દેશ-વિદેશની 204 શાળાઓના 1500 ખેલાડીઓએ લીધો હતો ભાગ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
CBSE રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન,  દેશ-વિદેશની 204 શાળાઓના 1500 ખેલાડીઓએ લીધો હતો ભાગ
સોર્સ : gstv

વડોદરા શહેરના શેરખી ખાતે આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલમાં યોજાયેલી સીબીએસઈ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ગઈકાલે સમાપન થયું છે. અંતિમ દિવસે યોજાયેલા સમાપન સમારોહમાં વિવિધ વયજૂથ અને ટીમ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા પુરસ્કારો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

App Store

વડોદરામાં પ્રથમ વખત યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશભરની 204 શાળાઓમાંથી 1500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત કુવૈત, ઓમાન, બહેરિન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના ખેલાડીઓ પણ સ્પર્ધામાં જોડાયા હતા. જેના કારણે સ્પર્ધાને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓળખ મળી હતી.

આ સ્પર્ધામાં ખેલાડીઓએ કૌશલ્ય, જુસ્સો અને સ્પર્ધાત્મક ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ કેટેગરીની અંતિમ સ્પર્ધાઓ બાદ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધાના આયોજનમાં ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. દેશ-વિદેશથી આવેલા ટેબલ ટેનિસના કોચ, ખેલાડીઓના વાલીઓ તેમજ રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.