Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Brutal murder of a father of three near Vadodara

Vadodara નજીક ત્રણ સંતાનના પિતાની ઘાતકી હત્યા, પોલીસે આરોપીને પકડી પાડવા હાથ ધરી તજવીજ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara નજીક ત્રણ સંતાનના પિતાની ઘાતકી હત્યા, પોલીસે આરોપીને પકડી પાડવા હાથ ધરી તજવીજ
સોર્સ : ai

 વડોદરાના દશરથ ગામે હત્યાના બનેલા બનાવે સનસનાટી મચાવી દીધી છે. છાણી પોલીસે બનાવ અંગે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

App Store

 માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડાતા મોત 

દશરથ ગામે રહેતા ઉમેદ વસાવાના પિતા દશરથ ગામે રાત્રે પ્લોટ સાચવવાનું અને દિવસે કાર વોશિંગનું કામ કરતા હતા. પિતાને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેમને આરામ કરવાનું કહી ઉમેદ પિતાને બદલે તેમની જગ્યાએ કામ કરવા માટે ગયો હતો. આ દરમિયાન આજે સવારે ઉમેદના પરિવારજનને કોઈ વ્યક્તિએ ફોન કરી તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાની જાણ કરતા પરિવારજનો દોડી ગયા હતા. "

પોલીસ તપાસનો ધમધમાટ

બનાવના સ્થળે ઉમેદનો મૃતદેહ પડ્યો હતો, મોઢુ છુંદાયેલું હોય તેમ લાગતું હતું અને બાજુમાં એક પથ્થર પણ પડ્યો હતો.
બનાવની જાણ પોલીસને થતા છાણીના પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા તજવીજ કરાવી હતી. પીઆઈના જણાવ્યા પ્રમાણે ત્રણ સંતાનના પિતાની પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થઈ હોવાનું મનાય છે. જેથી બાજુમાં પડેલો પથ્થર પણ કબજે કરવામાં આવ્યો છે અને તેના પરિવારજનો પાસે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.