Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : bit.ly/Vadodara-Mandvi-Fire-News

VIDEO: વડોદરાના માંડવીમાં આગનો બનાવ, કાપડની દુકાનના 2 માળ આગની લપેટમાં, પોલીસ અને ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સંસ્કારી નગરી વડોદરાના સૌથી વ્યસ્ત અને ભીડભાડ ધરાવતા માંડવી વિસ્તારમાં આજે એક રેડીમેડ કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. શહેરની મધ્યમાં આવેલી આ દુકાનના બીજા અને ત્રીજા માળે આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

App Store

જાણો આખો મામલો
માંડવી પાસે આવેલી રેડીમેડ કપડાંની આ દુકાનમાં આગ લાગી ત્યારે વિસ્તારમાં ભારે ભીડ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બીજા તેમજ ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી, જેને કારણે આસપાસની દુકાનોના માલિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

બચાવ અને રાહત કામગીરી
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર અધિકારીઓએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સાંકડી ગલીઓ અને ભારે ભીડને કારણે શરૂઆતમાં ફાયર ફાઈટરોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ સ્થિતિને સમયસર નિયંત્રણમાં લેવામાં આવી હતી.

પોલીસની કામગીરી તેજ
આગની ઘટનાને પગલે માંડવી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. સિટી પોલીસની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તો બ્લોક કર્યો હતો અને ટ્રાફિકને ડાયવર્ટ કરીને ભીડને કાબૂમાં લીધી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.