VIDEO: વિશ્વામિત્રી નદીના બ્યુટીફિકેશન અને ઊંડી કરવાના કામને અટકાવી દેવાયું
સોર્સ : GSTV
વિશ્વામિત્રી નદીના બ્યુટીફિકેશન અને ઊંડી કરવાના કામને અટકાવી દેવાયું છે. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા કામમાં જળચરોને નુકસાન થતો હોવાના આક્ષેપ સાથે 40થી વધુ એનજીઓના અગ્રણીઓ, પર્યાવરણવાદીઓ અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ મેદાને ઉતર્યા છે.
હાલમાં મગર અને ટીટોડી સહિતના જળચરોનો બ્રીડિંગ પિરિયડ ચાલી રહ્યો છે, જેમાં ખોદકામ અને સફાઈથી તેમના જીવને જોખમ ઊભું થયું છે. એનજીઓએ નદીમાં ખાનગી સ્તરે સફાઈ અને ખોદકામ અટકાવી દીધું છે. પાલિકાની નિષ્ક્રિયતા અને અવ્યવસ્થાના આક્ષેપ સાથે કાનૂની કાર્યવાહીની તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં જળચરોની સુરક્ષા નહિ કરવા બદલ પાલિકા તંત્ર વિરુદ્ધ વિરોધ જોવા મળ્યો છે.

