Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : An unknown driver hit two youths riding a moped, both died on the spot

Vadodara news: અજાણ્યા વાહનચાલકે બે મોપેડ સવાર યુવકોને ફંગોળ્યા, બંનેના ઘટનાસ્થળે જ મોત

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara news: અજાણ્યા વાહનચાલકે બે મોપેડ સવાર યુવકોને ફંગોળ્યા, બંનેના ઘટનાસ્થળે જ મોત
સોર્સ : AI

ડેસર તાલુકાના ડેસર-ઉદલપુર માર્ગે ‌અમરેશ્વર ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહને એકટીવા ઉપર સવાર 2 યુવાનોને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યા હતા. 

App Store

અજાણ્યા વાહનચાલકે બંને યુવકોને ફંગોળ્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામે રહેતા ખેડૂત પુત્રો પોતાની એકટીવા લઈને ઘરેથી બપોરે 12:00 વાગ્યાના અરસામાં ડેસરના વાલાવાવ ચોકડી ખાતે નવા કપડાં ખરીદી કરવા માટે આવ્યા હતા. 14 વર્ષીય મેહુલ કુમાર સંજયસિંહ ચાવડા અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા ભૈયાપુરા અમરેશ્વર વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વાહન ચાલકે  હતી અને બંને નવ યુવાનોને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. સીએચસી ખાતે મોતને ભેટનાર બંને નવ યુવાનોના માતા-પિતા આવી પહોંચતા તેઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.