Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A young man standing in line for SIR work in Pratapganj suddenly collapsed.

Vadodra news: પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભો યુવક અચાનક ઢળી પડ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Vadodra news: પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભો યુવક અચાનક ઢળી પડ્યો
સોર્સ : gstv

મતદાર સુધારણા યાદી સઘન સુધારણા ઝુંબેશ કાર્યક્રમમાં શનિવારે (22 નવેમ્બર) એક મહિલા કર્મચારીના મોત બાદ રવિવારે (23 નવેમ્બર) બપોરે યાદી સુધારણા માટે ઊભેલા એક શહેરીજનનને અચાનક ખેંચ આવી ગઈ હતી. ખેંચ આવતાની સાથે જ તેઓ ચક્કર ખાઇને નીચે પટકાયા હતા. જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા પણ થઈ હતી. હાલ, તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

App Store

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, રવિવારે (23 નવેમ્બર) સવારથી રંગોલી હોટેલ પાછળ આવેલી પ્રતાપગંજ સરકારી શાળામાં SIRનો કાર્યક્રમ ચાલતો હતો. યાદીના કામ માટે આવેલા 40 વર્ષીય સાહીલ રજવાડી આવ્યા હતા. તેઓ કામગીરી માટે લાઇનમાં ઊભા હતા, તે દરમિયાન અચાનક અઢી વાગ્યે તેમને ખેંચ આવતા માથાના ભાગે જમીન પર ઊંધા પટકાયા હતા. નીચે પડતાની સાથે જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. 

મહિલા કર્મચારીનું કામગીરી દરમિયાન મોત

નોંધનીય છે કે, આ પહેલાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમમાં કામગીરી કરતા 50 વર્ષીય મહિલા કર્મચારી ઉષા સોલંકીનું ચાલું ફરજમાં મોત નિપજ્યું હતું. પરિવારનો આરોપ છે કે, તેમને હ્રદયની બીમારી હોવા છતાં કામગીરી સોંપવામાં આવી હતી.