Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A terrible fire broke out in a house in Sama area due to gas leakage.

Vadodra news: સમા વિસ્તારના મકાનમાં ગેસ લિકેજ થતા લાગી ભયાનક આગ, માતા-પિતા અને પુત્રી દાઝ્યા તો પુત્રનું મોત

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Vadodra news: સમા વિસ્તારના મકાનમાં ગેસ લિકેજ થતા લાગી ભયાનક આગ, માતા-પિતા અને પુત્રી દાઝ્યા તો પુત્રનું મોત
સોર્સ : gstv

 વડોદરામાં આજે સવારે ન્યૂ સમા વિસ્તારમાં એક દર્દનાક ઘટના બની હતી. જેમાં રહેણાંક વિસ્તારમાં ગેસ લિકેજના કારણે લાગેલી આગમાં પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

App Store

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, રવિવારે (26 ઓક્ટોબર) સવારે ન્યૂ સમા વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીના એક રહેણાંક વિસ્તારમાં ગેસ લિકેજની ઘટના સામે આવી હતી. આ ગેસ લિકેજના કારણે ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા તુરંત ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચારેયનું રેસ્ક્યુ કરી તેમને સયાજી રાવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન તેમાંથી 23 વર્ષના વિજ્વજીત ગુપ્તા નામના એક યુવકનું મોત નિપજ્યું હતું. આ સિવાય અન્ય ત્રણ અન્ય લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાં રાજકિશોર ગુપ્તા, રિતાબહેન ગુપ્તા અને પ્રિયંકાબહેન ગુપ્તાનો સમાવેશ થાય છે.

પોલીસે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓ દ્વારા સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ વાત કરવામાં આવી રહી છે, જેના ચોક્કસ કારણો જાણવા માટે સમા પોલીસે તપાસ હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ ગેસ લિકેજ હતું કે પછી સિલિન્ડર બ્લાસ્ટ તે વિશે તપાસ કરવામાં આવશે. સમા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી દુર્ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરશે. 

ટોપિક્સ:વડોદરાfiregstvgujarat