Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A fight broke out between prisoners in Vadodara Central Jail

Vadodara સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીઓ વચ્ચે મારામારીની ઘટના, એક કેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીઓ વચ્ચે મારામારીની ઘટના, એક કેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ
સોર્સ : gstv

વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીઓ વચ્ચે બબાલ થઈ છે. પતરાને ચપ્પુ જેવું હથિયાર બનાવી પ્રદ્યુમનસિંહ વાઘેલા ઉર્ફે ભઈલુ દરબાર નામના કેદીએ શિવ કેવટ નામના કેદી પર હુમલો કર્યો છે. ગંભીર ઘાયલ શિવને સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. કયા મુદ્દે કેદીઓ વચ્ચે માથાકુટ થઈ તે બહાર આવ્યું નથી. સમગ્ર મામલે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

App Store

અગાઉ સુરેન્દ્રનગરમાં પણ આવો જ બનાવ બન્યો હતો

સુરેન્દ્રનગર સબ જેલમાં દોઢ મહિના અગાઉ કેદીઓએ એકબીજા પર હુમલો કરતા યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય બંદોબસ્તમાં પી.આઇ. સહિતનો સ્ટાફ ગોઠવતા સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી. સુરેન્દ્રનગર સબ જેલમાં ૧૨૫ની ક્ષમતા સામે ૩૦૦થી વધુ કેદીઓ હોવાને કારણે અવારનવાર ઘર્ષણ થતું રહે છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, જેલમાં કડકાઈ વધતા અને મોબાઈલ-માવા જેવી ગેરકાયદે સવલતો બંધ થતા, રીઢા ગુનેગારોએ જેલનું વાતાવરણ બગાડવા અને હોસ્પિટલના બહાને બહાર આવવા માટે આ કાવતરું રચ્યું હોઈ શકે છે. 

જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા જેલ તંત્ર એક્શન મોડમાં

જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા જેલ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું હતું. જેલનું વાતાવરણ બગાડનારા અને હુમલાખોર કેદીઓનું લિસ્ટ તૈયાર કરી જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવ્યું હતું.