Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : 2 vehicles seized with liquor worth Rs 8 lakh near Delhi-Mumbai Highway and Harni

એક્સપ્રેસવે ઉપર દારુની હેરાફેરીનો પર્દાફાશ; દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે 2 વાહન ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
એક્સપ્રેસવે ઉપર દારુની હેરાફેરીનો પર્દાફાશ; દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે 2 વાહન ઝડપાયા
સોર્સ : GSTV

દારૂની હેરાફેરી માટે ખેપિયાઓને હાઇવે ઉપર ભારે ફાવટ આવી ગઈ હોય તેવા કિસ્સા રોજબરોજ બહાર આવી રહ્યા છે. છાણી પોલીસે ગઈકાલે 47 લાખનો દારૂ અને મુદ્દામાલનો કેસ કર્યા બાદ ગઈ રાત્રે હાઇવે પરથી દારૂ ભરેલા વધુ બે વાહન શહેર પોલીસે ઝડપી પાડ્યા છે.

App Store

દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર દારૂ ભરેલી કાર નીકળી હોવાનું જાણવા મળતા નંદેસરી પોલીસે વોચ રાખી કારને આંતરી હતી. પોલીસે કારમાંથી રૂ 3.70 લાખની કિંમતની 1488 નંગ દારૂની બોટલો સાથે કૃષ્ણરાજ ઉર્ફે શિવુભા વેલુભા ગોહિલ (સરિતા સોસાયટી, શેરી નંબર 11 પાસે, ભાવનગર) ને ઝડપી પાડી ત્રણ મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આવી જ રીતે હરણી પોલીસે ગોલ્ડન ચોકડી નજીક બ્રિજ ઉતારતા બિનવારસી હાલતમાં મૂકેલી બોલેરો પીકઅપવાનમાંથી રૂ 2.42 કિંમતની બિયરના 1104 ટીન કબજે કરી નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.