VIDEO: વડોદરામાં વહેલી સવારથી વિનાયક લોજિસ્ટિકની ૨ સિટી બસો ખોટકાઈ: મુસાફરો પરેશાન
સોર્સ : gstv
વડોદરાના જેલ રોડ પર વિનાયક લોજિસ્ટિક સંચાલિત સિટી બસ અચાનક રસ્તા વચ્ચે ખોટકાઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી સવારથી જ આવી બે બસો બંધ પડી હોવાના અહેવાલ છે, જેના કારણે નોકરીયાતો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.ખખડધજ હાલતમાં દોડતી બસોને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, હજુ બે દિવસ પહેલાં જ પાલિકાએ વિનાયક લોજિસ્ટિકને વધુ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું છે, ત્યાં જ ફરી એકવાર બસોની નબળી જાળવણી અને સેવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે

