મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા : ભારે વરસાદના પગલે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો

વડોદરા શહેરમાં આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. આજે વરસેલા વરસાદ અને વિશ્વામિત્રી નદીની

વડોદરા : ભારે વરસાદના પગલે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો

વડોદરા શહેરમાં આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. આજે વરસેલા વરસાદ અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. વરસી રહેલા વરસાદને પગલે નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નદીનું લેવલ 23 ફૂટે પહોંચી ગયું છે. શહેરીજનો રાત્રીનાં સમયે વિશ્વામિત્રી નદીનાં તટ વિસ્તારમાં પાણી જોવા માટે પહોંચ્યા છે.

વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારાને લઈને તંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે. નદીની જળસ્તરમાં સતત વધારો થતાં NDRFની ટીમ પહોંચી છે. પાણી ભરાયેલ વિસ્તરામાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરુ કરાયું છે. અગાઉ પણ ભારે વરસાદના પગલે શહેરીજનો પૂરમાં ફસાયા હતા.

આ સમાચાર શેર કરો