મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ગત વર્ષ કરતા આ વખતે 642 કરોડનો વધારો; સફાઇ વેરો વધારવા સૂચન

વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર

વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ગત વર્ષ કરતા આ વખતે 642 કરોડનો વધારો; સફાઇ વેરો વધારવા સૂચન

વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2025-26નું 6200.56 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષ કરતા આ વખતે બજેટમાં 642 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઇ ચાર્જમાં વધારો

વડોદરા મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષણ રૂ.740 કરોડ મૂકવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે રૂપિયા 50 કરોડનો સફાઈવેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે રૂ.60013 ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ગત વર્ષે 700 કરોડના કામો અધૂરા રહ્યાં

અત્રે યાદ આપવું જરૂરી છે કે, ગત વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 1700 કરોડના વિકાસના કામો રજૂ કર્યા હતા જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા રહ્યા છે જ્યારે કેટલાક કામો તો માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સમાન જ રહ્યા છે અને તે કામો શરૂ થઈ શક્યા જ નથી. ત્યારે આ વર્ષે ફરી એકવાર 1800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધા ને લગતા કામોનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો