Video: વડોદરા: એક્સપ્રેસ વે પર LNG ટેન્કરમાં ગેસ લીકેજ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના નંદેસરી નજીક દૂધના ટેન્કર અને LNG ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ગેસ લીક થવાની ઘટના બની હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો ઘટનાની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને એક્સપ્રેસ વે ઓથોરિટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. ફાયર જવાનોએ ટેન્કર પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.





