મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરા: સોમા તળાવ નજીક ગરબા સ્થળ બહાર યુવકની ઘાતકી હત્યાથી ચકચાર

વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં  ગરબા દરમિયાન   હત્યાની ઘટના  બની છે એકતરફ વણજારા સમાજના લોકો ગરબા રમવામાં મગ્ન હતા, ત્યારે બીજી તરફ પાર્ટી પ્લોટ બહાર સોશિયલ મીડિયા પર લોકપ્રિય યુવાન નિલેશ બંજારાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. નિલેશની હત્યા તેની જ સમાજના યુવકોએ જૂની અદાવતમાં કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ડીસીપી અભિષેક ગુપ્તા સહિત કપુરાઈ પોલીસ, એલસીબી અને ડીસીબીની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો