UPSCની પરીક્ષામાં ગુજરાતના ઉમેદવારોનો ડંકો, ટોપ 100માં 3નો સમાવેશ
UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા એ દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક છે, જેને પાસ કરવા માટ

UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા એ દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક છે, જેને પાસ કરવા માટે ઘણી મહેનત અને તૈયારીની જરૂર પડે છે. ત્યારે આજે યુપીએસસી 2023નું ફાઈનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં 1016 ઉમેદવારો આ કઠિન પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. જે પૈકી ગુજરાતના 22 ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયામાં નંબર વન રેન્ક હાંસલ કર્યો છે.
યુપીએસસી દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ટોપ 50માં બે અને ટોપ 100માં ગુજરાતના ત્રણ ઉમેદવારનો સમાવેશ થાય છે. જેમાં 31મો ક્રમે વિષ્ણુ શશી કુમાર, 43મો ક્રમ ઠાકુર અંજલિ અજય અને 62મો ક્રમ અતુલ ત્યાગીએ રેન્ક મેળવ્યો છે.
1143 જગ્યાઓ માટે 1016 ઉમેદવારોની કરાઈ પસંદગી
જણાવી દઈએ કે આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ સહિત 1143 જગ્યાઓ માટે 1016 ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાંથી 347 જનરલ કેટેગરી છે. 115 ઈડબલ્યુએસ, 303 ઓબીસી, 165 એસસી, 86 એસટી કેટેગરીના છે.






