મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

UP ડબલ મર્ડર મામલો: મુખ્ય સુત્રધારને નારોલમાંથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, 50 હજારનું હતું ઈનામ

ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા ડબલ મર્

UP ડબલ મર્ડર મામલો: મુખ્ય સુત્રધારને નારોલમાંથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, 50 હજારનું હતું ઈનામ

ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા ડબલ મર્ડરનો મામલે સામે આવ્યો હતો. એક મહિલા અને યુવતીને જીવતી સળગાવી દીધી હતી. આ હત્યા મિલ્કતનાં વસીયતમાં વધારે જમીન કરવા બાબતે હત્યા કરવામાં આવી હતી.

જમીનના મામલે માતા-દિકરીની હત્યા કરાઈ

રાજેશના પિતાએ એક વસિયતમાં ગોદાવરીદેવી તથા સૌમ્યાના નામે 20 વીઘા જમીન કરી હતી. આઉપરાંત આરોપી કમલેશના પત્નીની જમીનમાંથી મળેલા હિસ્સાને પણ અવધેશે મૃતક બન્નેના નામે કરી હતી. આમ વસિયત મુજબ આરોપીઓને જમીન ઓછી મળી હોવાનું મનદુ:ખ રાખીને આ હત્યાકાંડ સર્જયો હતો. 

આ પણ વાંચો: VIDEO: પોરબંદરમાં કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાન શહીદ

 આરોપીને વસિયત મામલે મનદુ:ખ હતું

પૂછપરછમાં ખુલાસો થયો હતો કે મૃતક મા-દીકરી હતી. આરોપીને વસિયત મામલે મનદુ:ખ હતું, જે કારણે બન્ને સામે અદાવત રાખી હતી. અને પોતાની સગી બહેન અને તેની દિકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીએ અગાઉ પણ બન્ને મારી નાખવાના બે વખત પ્રયત્ન કર્યા હતા. આરોપીને તેની માતા અને બહેન સાથે જમીન મામલે ઉગ્ર ઝગડો થયો હતો. આરોપીએ મા-દીકરીને ખતમ કરવા માટે આરોપી તેની પત્ની અને તેના ભાઈએ ભેગા મળીને મા-દિકરીને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. 

માસ્ટરમાઈન્ડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારોલમાંથી દબોચ્યો

કૌશલ, રાજેશ, બલવીર અને કરૂણાકરે ભેગા મળીને હત્યાનો અંજામ આપ્યો હતો. આ કેસમાં અગાઉ શાંતિદેવી અને શિલ્પાદેવીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે 50 હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. હાલ આ ડબલ મર્ડર કેસનો ઉકેલ આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માસ્ટરમાઈન્ડ રાજન ઉર્ફે રાજેશ ઉપાધ્યાયની નારોલમાંથી ધરપકડ કરી છે

આ સમાચાર શેર કરો