મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યમ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યમાં વહેલી સવારે છોટાઉદેપુર, ખેડા, નવસારી, તાપી, નર્મદા, આણંદ અને ભાવનગરમાં માવઠું થયું છે. આ ઉપરાંત માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

અનેક જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો

રાજ્યમાં અનેક જિલ્લામાં આજે સવારથી જ અચાનક જ વતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ભરઉનાળે કમોસમી વરસાદ ખાબકતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે.   આજે સવારે ભાવનગરના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું છે. તો કચ્છના માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.   આ ઉપરાંત પણ અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. નોંધનીય છે કે આજે પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે. હજુ પણ 48 વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી હતી.   

આ સમાચાર શેર કરો