Aravalli: ગુજરાત વાલ્મિકી સંગઠનનો અનોખો વિરોધ, યોગ કરી સફાઈ કમદારોને કાયમી કરવાની માંગ કરી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા હક્કોની લડત માટે એક અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હત

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા હક્કોની લડત માટે એક અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પડતર માંગણીઓને લઈને સંગઠનના સભ્યોએ કલેક્ટર કચેરી બહાર યોગ કરી સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.વાલ્મિકી સંગઠનની મુખ્ય માંગ છે કે ગુજરાતના તમામ સફાઈ કામદારોને વહેલી તકે કાયમી કરવામાં આવે. પ્રદર્શન દરમિયાન સભ્યોએ જનતાને યોગ દ્વારા નિરોગી રહેવા અને સ્વચ્છતા જાળવી રોગમુક્ત રહેવાની પણ અપીલ કરી હતી.




