VIDEO: Statue Of Unityમાં અનોખો મેસેજ પ્રસરાવાયો, 1800 સ્ટુન્ડન્ટ્સે ખુલ્લી છત્રીએ ફેલાવી જનજાગૃતિ
એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે નર્સિંગ સ્ટુડન્ટ એસોસિએશન ના 1800 સ્ટુડન્ટ દ્વારા
એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે નર્સિંગ સ્ટુડન્ટ એસોસિએશન ના 1800 સ્ટુડન્ટ દ્વારા 1800 છત્રી સાથે "જળ હૈ તો કલ હૈ "અને "અંગદાન મહાદાન "નો સંદેશો છત્રી ના માધ્યમ થી પ્રવાસીઓને આપ્યો હતો. ધ ટ્રેઈન્ડ નર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (TNAI), ની સ્ટુડન્ટ બ્રાન્ચના કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ૧૮૦૦થી વધુ નર્સિંગ વિદ્યાર્થી અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યાં હતા. જળ એ જીવન છે.વરસાદના પાણીનો સંગ્રહ કરો,અને પાણી બચાવો નો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ પ્રવાસીઓને 1800 છત્રીઓ દ્વારા 1800 જેટલાં વિદ્યાર્થીઓએજલ હૈ તો કલ હૈ, કેચ ધ રેઈન, અને ઓર્ગન ડોનેશન’નો જાગૃત્તિ સંદેશ આપ્યો હતો.ઇકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે માણસનું બ્રેઈન ડેડ થઈ જાય ત્યારે તેના અંગોનું દાન કરવાથી એકી સાથે પાંચથી વધુ લોકોને ઓર્ગન ડોનેટ કરીને લોકોનું જીવન બચાવી શકાય છે. માટે અંગ દાન કરો એવો મેસેજઅને સૂત્રો બોલાવી પ્રવાસીઓને મેસેજ આપ્યો હતો.


