Bharuchના અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં બેકાબૂ કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગઈ, અન્ય કારને પણ લીધી અડફેટે
uncontrolled car broke through wall and entered house in Ankleshwar | ભરૂચના અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં આજે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. એક

ભરૂચના અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં આજે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેકાબુ બનેલી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી સોસાયટીના એક ઘરની દિવાલ તોડી અંદર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારે અન્ય કારને પણ અડફેટે લીધી હતી. જોકે, સદનસીબે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના પગલે સોસાયટીના રહીશો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.




