મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: નિકોલમાં વિઝા પ્રોસેસના નામે બે યુવાનો સાથે 31 લાખની ઠગાઈ, છેતરપિંડી આચરી દંપતી ફરાર

અમદાવાદના નિકોલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ

Ahmedabad news: નિકોલમાં વિઝા પ્રોસેસના નામે બે યુવાનો સાથે 31 લાખની ઠગાઈ, છેતરપિંડી આચરી દંપતી ફરાર

અમદાવાદના નિકોલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કેનેડા PR વિઝા અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી. દંપતીએ બે યુવકો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. નિકોલમાં રહેતા સંદીપ પટેલ અને તેમના મિત્ર પાસેથી વિઝા પ્રોસેસના નામે કુલ 31 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

 58 લાખમાં PR અપાવવાનું વચન, એડવાન્સ લઈને ઠગાઈ કરવામાં આવી

મળતા અહેવાલ પ્રમાણે 58 લાખમાં PR અપાવવાનું વચન, એડવાન્સ લઈને ઠગાઈ કરવામાં આવી છે. દ્વિશા કન્સલ્ટન્સી ચલાવતા રુચિતા બાબુ અને હાર્દવ બાબુએ 58 લાખમાં કેનેડા PR અપાવવાનું વચન આપ્યું હતું, પૈસા લીધા બાદ દંપતીનો સંપર્ક તૂટી ગયો અને ઓફિસ પણ બંધ મળી આવી હતી.

આ સમાચાર શેર કરો