VIDEO: દમણના દરિયાકિનારેથી બે અજાણ્યા મૃતદેહો મળતા ચકચાર: પોલીસ તપાસ તેજ!
દમણના દરિયા કિનારેથી એકસાથે બે અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચ

દમણના દરિયા કિનારેથી એકસાથે બે અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. લાઇટ હાઉસ નજીકથી બંને મૃતદેહો મળી આવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ એક મૃતદેહ ચાર દિવસ જૂનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે બીજો મૃતદેહ થોડા સમય પહેલાનો હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મોત ડૂબવાથી થયા છે કે પછી કોઈ અન્ય કારણ છે, તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે.


