રાજકોટ: સ્વિમિંગ પુલમાં ત્રણ વર્ષની બે બાળકીઓનું ડૂબી જતા મોત, રમતા રમતા પહોંચી હતી પુલ પાસે
માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટના રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સ નામની બિ

માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટના રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડીંગ આવેલી છે, ત્યાં એક નેપાળી પરિવાર ઘણા સમયથી વસવાટ કરે છે. આ બિલ્ડીંગમાં સ્વિમિંગ પુલ આવેલો છે. આ સ્વિમિંગ પુલમાં નેપાળી પરિવારની બાળકીઓ રમતા રમતા પહોંચી હતી.
બન્ને બાળકીઓની ઉંમર ત્રણ વર્ષ
અચાનક બન્ને બાળકીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ હતી. માસૂમનો કોઈ જીવ બચાવે તે પહેલા જ બન્ને બાળકીઓને કાળ ભરખી ગયો હતો. બન્ને બાળકીઓની ઉંમર ત્રણ વર્ષ છે. અકાળે બન્ને પુત્રીઓનું મોત થતા નોપાળી પરિવારમાં આક્રંદ ફેલાયો હતો. બન્ને બાળકીઓનું નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ છે.




