મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: છેલ્લા પાંચ વર્ષમાં બે હજાર પુરુષની આત્મહત્યા, દુઃખી પતિઓની અમદાવાદમાં રેલી

ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજારથી વઘુ પુરુષે લગ્ન-કારકિર્દીની સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યુ

ગુજરાત: છેલ્લા પાંચ વર્ષમાં બે હજાર પુરુષની આત્મહત્યા, દુઃખી પતિઓની અમદાવાદમાં રેલી

ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજારથી વઘુ પુરુષે લગ્ન-કારકિર્દીની સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે.પુરુષ એટલે કઠણ કાળજાનો અને જાહેરમાં રડે કે ઢીલો પડે તે ચલાવી લેવાય જ નહીં તેવી સૈકાઓ પુરાણી વિચારધારા આજે પણ અમલમા છે. પરંતુ હકીકત એ છે કે પુરુષ ભલે લાગણી વ્યક્ત કરી શકતો ના હોય પરંતુ તે પણ માનસિક રીતે ભાંગી પડતો હોય છે. 

 ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે હજારથી વધુ પુરુષની આત્મહત્યા

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે 1062 પુરુષ અને 700 મહિલાએ આત્મહત્યા કરી છે. જેમાં 225 પુરુષ અને 142 મહિલાનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં 66 પુરુષે લગ્ન નહીં થવા, 50 પુરુષે લગ્નેતર સંબંધને કારણે, 61 પુરુષે છૂટાછેડાથી આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો: ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

1475 પુરુષે પારિવારિક સમસ્યાના કારણે જીવનનો અંત આણ્યો

આ સિવાય 1475 પુરુષને પારિવારિક સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે. કારકિર્દીની સમસ્યાને કારણે પણ પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વઘ્યું છે. કારકિર્દીની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 2018માં 106 હતું અને તે 2022માં વધીને 329 થયું છે.

લગ્નની કઇ સમસ્યાને કારણે એક વર્ષમાં આત્મહત્યાના કેસ

કારણ પુરુષ મહિલા
લગ્ન નહીં થવા 66 66
લગ્નેતર 50 36
છૂટાછેડા 61 33
પારિવારિક 1475 810
પ્રેમપ્રકરણ 390 253
(* વર્ષ 2022ના આંકડા.)    

કારકિર્દીની સમસ્યાને કારણે આત્મહત્યા

વર્ષ પુરુષ મહિલા
2022 329 12
2021 214 06
2020 194 13
2019 111 19
2018 106 70
કુલ 954 70

લગ્નની સમસ્યાને કારણે આત્મહત્યાના કેસ

વર્ષ પુરુષ મહિલા કુલ
2022 225 142 367
2021 251 141 392
2020 225 134 359
2019 179 117 296
2018 182 348 348
કુલ 1062 700 1762

નોકરી નહીં મળવી, ધંધા-રોજગારમાં સમસ્યા તેના માટે વિવિધ જવાબદાર પરિબળ છે. પાંચ વર્ષના આ સમયગાળામાં 70 મહિલાઓએ કારકિર્દીને કારણે આત્મહત્યા કરી છે. પ્રેમપ્રકરણને કારણે 2022માં 390 પુરુષ અને 253 મહિલાઓએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો