મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: વડોદરા અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત, ત્રણ યુવાનોના મોત અને ત્રણ ઘાયલ

ગુજરાતના વડોદરા અને સુરેન્દ્રનગરમાં બે માર્ગ અકસ્માત થયા છે. જેમાં કુલ ત્રણના મોત નિપજ્યા છે, મળતા

ગુજરાત: વડોદરા અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત, ત્રણ યુવાનોના મોત અને ત્રણ ઘાયલ

ગુજરાતના વડોદરા અને સુરેન્દ્રનગરમાં બે માર્ગ અકસ્માત થયા છે. જેમાં કુલ ત્રણના મોત નિપજ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે  વડોદરા જીલ્લાના શિનોર તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે. ડભોઈ થી શિનોર જવાના મુખ્ય રોડ પાસે સેગવા ચોકડી નજીક અકસ્માત બેફામ દોડતી કારે બે વાહ ને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં બેનાં મોત અને ત્રણને ઈજા પહોંચી હતી.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર

મૃતકોના નામ

 તુષાર લાલજીભાઈ વસાવા
 અક્ષય સોમાભાઈ વસાવા

અક્સ્માત કરીને કારને બિનવારસી હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસ કાર ચાલાકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. એક્ટિવા અને બાઇકના ચાલાક શિનોરના શિમળી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં ડમ્પરે યુવાનને કચડ્યો

સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશાપીર પાસે યુવાનને ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો